અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે, જેમાં પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવી છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠામાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા સહીત મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણાના કડી, બેચરાજી, સમી હારીજ, ઊંઝા, વડનગર, વિસનગરમાં હળવા, ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આવામાં બનાસકાંઠામાં 5 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લાઓ તથા અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.

તેમણે જણાવ્યું છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક નદીઓ, જળાશયો અને તળાવો છલકાશે તેવું અનુમાન લગાવ્યું હતું. ત્યારે વાવાઝોડું અને ભારે વરસાદની સચોટ અગાહી કરનાર અંબાલાલ પટેલે નર્મદા, તાપી, રૂપેણ સહિત બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતિ આવવાની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ ઉ. ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી :
- હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી , જેને લઈને રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે , ત્યારે હવે અંબાલાલ પટેલે પણ વરસાદની એક વધુ ધમાકેદાર બેટિંગની આગાહી કરી છે , તેમના જણાવ્યું અનુસાર વરસાદનો વધુ એક રાઉન્ડ 15 જુલાઇ બાદ શરૂ થશે .
15 થી 23 જુલાઈ દરમિયાન ધોધમાર વરસાદ
- અંબાલાલના જણાવ્યા અનુસાર આગામી 15 થી લઈને 23 જુલાઇ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના છે . આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પવન સાથે વરસાદ થઇ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે . તેમના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે તો સાથે જ કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

આ નદીઓમાં આવશે પૂર
- આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે અને નર્મદા , રૂપેણ અને તાપી નદીમાં પણ આંશિક પૂર આવવાની શક્યતા છે . અંબાલાલે એમ પણ જણાવ્યું કે 11 તારીખ બાદ ગુજરાતમાં વરસાદની રાહત જોવા મળશે , પરંતુ તેના 4 જ દિવસ બાદ ફરીથી વરસાદ આવી શકે છે અને તે 23 જુલાઇ સુધી એકધારો વરસાદ વરસશે .